CLICK HERE FOR BLOGGER TEMPLATES AND MYSPACE LAYOUTS »
Showing posts with label રમત. Show all posts
Showing posts with label રમત. Show all posts

Thursday, 30 April 2009

રમત

રમત રમત આતે કેવી રમત,
કોણ કોની જોડે રમે..??
કઈ ખબર ના પડે એવી રમત..

પળમાં હસાવે પળમાં રડાવે એવી રમત,
કોણ કોને હસાવે ને કોને રડાવે..??
કઈ ખબર ના પડે એવી રમત..

ક્યારેક હરાવે તો ક્યારેક જીતાવે આ રમત,
કોણ કોને હરાવે ને કોને જીતાવે..??
કઈ ખબર ના પડે એવી રમત..

કોઇક છે આગડ ને કોઈક છે પાછડ,
કોણ કોને દોડાવે..??
કઈ ખબર ના પડે એવી રમત..

નથી રમવી મારે આ રમત,
પણ ખુદા આંગડી ના ટેરવે નચાવે,
નાછુટકે મારે રમવી પડે એવી રમત..

રમત રમત આતે કેવી રમત,
ભલભલાને લલ્ચાવે એવી રમત..

zEnith (29th April '09)