CLICK HERE FOR BLOGGER TEMPLATES AND MYSPACE LAYOUTS »

Friday, 21 August 2009

સમજ..

સમજ..
_____________________________________________

(જીવનની અમુક હકિકતો જે ઘણી જ મહત્વની હોઈ છે, પણ જ્યારે એ જ હકિકતો વિકરાળ રૂપ ધારણ કરે કે એની સાથે જ સંકળાયેલુ ખરાબ પાસુ બહાર આવે ત્યારે તેના પરિણામની ધારણા કરવી અકલ્પ્ય થઈ પડે છે.. આવીજ અમુક હકિકતોની વાત અહીં કરવામા આવી છે.. )

પ્રુથ્વી પર પાણીની જોઈએ ત્યાં લેર છે,
ચાખીયે તો લાગે જાણે ખારુ ઝેર છે..

જીવવા વાયુની જોઇએ ઘણી મેર છે,
ચઢે તોફાને તો જાણે કાળો કેર છે..

પામવાની એને જીગ્યાશા જેની ઢેર છે,
આગ નો પતંગિયા સાથે જન્મોનો વેર છે..

કદાચ સમજ સમજ માં "આજ" ફેર છે,
બાર સાંધે ને ત્યા જ તુટે તેર છે..


(લેર - અગણ્ય, સહેલાઈથી મળી જાય તેવુ, મેર - કૃપા; દયા; મહેરબાની, કેર - મહા નાશ-જુલમ, ઢેર - પુષ્કળ)


Zenith Surti | "Aaj" | 20th Aug '09

Wednesday, 19 August 2009

વતન..

(વર્ષો સુધી પોતાના વતને પાછો ન ફરેલો માણસ જ્યારે પોતાનાથી થયેલી ભૂલ સમજીને પોતાના વતને પાછો ફરે ત્યારે ત્યાની એક એક વસ્તુઓ એને કેવી કલ્પના કરાવે ને જે શરમ ની લાગણી અનુભવાય, એની વાત અહીં કરવામાં આવી છે..)
___________________________________

તિરસ્કાર ભરી નજરે ગલીઓ "આજ" જોઈ રહી,
ઘરડી આંખો સોંયમાં દોરો જાણે પોઈ રહી..

નાગી તરવાર સગં આ પડછંદ ઝાડીઓ,
અણભાગેલા શિકારની વાટ જાણે જોઈ રહી..

અંતરની આશ ને અહીંના પાણીની મીઠાશ,
ધૂળની ડમરીઓ પણ પત્તો જાણે ખોઈ રહી..

માવતર ઘેલી લીંમડી ને બાપ સમો પીપળો,
સૂકા આંગણે પાનખરની માટ* જાણે ધોઈ રહી..

કઈ કેટલા દહાડે "આજ", આવેલી મને લાજ,
ડુસકો ડામી, બળતી આંખો જાણે રોઈ રહી..


* ધણીથી છૂટાછેડા પામેલી સ્ત્રીની વેલ ચૂકવી નાત તેને કબજે રાખે તે.
( વેલ - છૂટાછેડા કરતી વખતે સ્ત્રીના માવતર તરફથી પુરૂષને આપવામાં આવતી અમુક રકમ )


ઝેનિથ સુરતી | "આજ" | 17th Aug '09

Saturday, 15 August 2009

પ્રશ્ન - "આજ" પુછાઈ ગયો..

કોણ છુ પોતે..? એ પ્રશ્ન "આજ" પુછાઈ ગયો,
કાગળ પર શાહીનો જાણે ખડીયો ઢોળાઈ ગયો..

આયને અમસ્તુ જ જોયુ પ્રતિબિંબ મારુ,
એ પણ મલકાઈ ને જરા શરમાઈ ગયો..

સંબંધોની અવળચંડી ભાષા નો છે મને ખયાલ,
ભ્રમ એવો જાણે, અધુરા ઘડે છલકાઈ ગયો..

ને અભિનય આ કાબરચિતરી શ્રેષ્થ રંગભૂમિમાં,
અડધી રાતે જાણે ખરતા તારે ભુસાઈ ગયો..

અર્થ એક લિટીમાં સઘળો મને સમજાઈ ગયો,
કે જાણે સુરજ ચંદ્ર પાછળ "આજ" સંતાઈ ગયો..

ઝેનિથ સુરતી | "આજ" | 30th July '09

Monday, 10 August 2009

"જીવન - મ્રુત્યુ"

મ્રુત્યુ મુજ ટાણે "આજ", નીર ના વહ્યા કોઈ..
સૌકા વિત્યા લોક સંગ, આતમ કા રહ્યા સોઈ..

જગ તુજ છોડવા કાજે, સાથ ના આવ્યા કોઈ,
સિવાય આ મ્રુત્યુ ઘડી, એકલ ના રહ્યા કોઈ..

જીવન તુજ સંભારણા, સાર્થક થયા ના કોઈ,
નિરાકાર મુજ સ્વપ્નો, ખુલી આંખે "આજ" કા રહ્યા સોઈ..

"વરસાદ"

"આજ" પાછો વરસાદ પલાળી ગયો મને,
કોણજાણે કયા રંગે રંગાડી ગયો મને..

અંગોપાંગ ભીંજાવાને કઈ ક્યાં બાકી જ હતુ,
છતા આંગળી અડાડી, ને દઝાડી ગયો મને..

ર્સ્પશ ટીપાં નો, ગાલને ના રહ્યો ખયાલ,
જીભે અમથુ અડાડી, અમ્રુત ચખાડી ગયો મને..

ચાલજે જરા જોઇ ખાબોચિયું,
છબી પાનીદાર એવી બતાવી ગયો મને..

પડછાયાને પણ સમય નો'તો આવવાને,
સંતાડી સુરજ, ને ઊઘાડી ગયો મને..

સુગંધ માટીની ભીની, સુગાંધી ગયો મને,
આતમ ને ઉબેડી "આજ", જગાડી ગયો મને..


ઝેનિથ સુરતી | "આજ" | 22nd July '09