CLICK HERE FOR BLOGGER TEMPLATES AND MYSPACE LAYOUTS »

Saturday, 20 March 2010

ગરવો ગુજરાતી..

ચલ નીડર,
તું છે જીગર,
આ ગુજરાત નું..

સામી ડગર,
આઝાદની સફર,
ભાવી તું ગુજરાત નું..

નર્મદાના નીર અહીં,
ગાંધીની તસ્વીર અહીં,
સન્માન તું ગુજરાત નું..

નરસિંહના છે ભજન,
ને જલાનું જતન,
સંસ્કાર તું ગુજરાત નું..

ને ઝેરનાં જો થાય પારખા,
તો એ પણ લઈશું કરી,
નીલકંઠ તું ગુજરાત નું..

ઝેનિથ સુરતી
૨૧ માર્ચ ૨૦૧૦

Sunday, 14 February 2010

"આજ" જરા..

લાવ "આજ" જરા રડી લઉં..
સમય સાથે થોડું લડી લઉં..

ઉરમાં ન જાણે કેટ-કેટલા પૂર,
લાવ બચવા જરા મથી લઉં..

તમે છો જીંદગી મારી હજી,
મોતની જોડે દોસ્તી પણ છે સજી..
સંબંધ બન્ને સાથે એકદમ નજીકનો,
છોડુ કોને.? ને સંગાથ કોનો કરી લઉં.!!

આક્ષેપો ખોટા મનને મનાવવાના,
ઉઝરડા પાડી દિલને સતાવવાના..
સવાલ બન્નેને છે ખાલી સ્વાર્થનો,
છોડી જવાબ, બસ જાતને થોડી જતિ લઉં..

લાવ "આજ" જરા રડી લઉં..
સમય સાથે થોડું લડી લઉં..

(જતિ - યોગી, વેરાગી; ઉર - હૃદય)ઝેનિથ સુરતી
૦૯/૦૨/૨૦૧૦

Monday, 11 January 2010

अमनकी आशा..

हर राश्ता क्यूँ नहीं पूछता..?
सवाल ये मुजसे मजहब का..?

सर-से-पाव तक समान हम,
सवाल है सिर्फ ये मजहब का..

फिजा है फैली अमनमे यहांभी,
कुदरत ने क्यूँ नहीं पूछा..?
सवाल ये मुझसे मजहब का..?

खून ये तेरा भी है लाल क्यों..?
मरते वक्त क्यूँ नहीं पूछा..?
सवाल ये मुझसे मजहब का..?

माँ है तुज जेसी मेरी भी..
पालते वक्त क्यों नहीं पूछा..?
सवाल ये मुझसे मजहब का..?

एक चीज़ तो मुझे बतलादो..?
अलग है वहां जो यहाँ नहीं..?

खेत है लहराते हरे यहाँ..
लाल वोह क्यूँ वहां नहीं..?

आओ हमसब साथ बढे..
अमनमे शांति आबाद करे..

अब कोई क्यूँ पूछे..?
सवाल ये मुझसे मजहब का..?

लकीरे खिंची हमने ही..?
सवाल था सिर्फ ये मजहब का..

आओ मिलकर मिटादे..
सरहदे नहीं अब पूछेंगी..
सवाल था सिर्फ ये मजहब का..

रोशन होंगे घर ये सारे..
दियें नहीं अब पूछेंगे..
सवाल था सिर्फ ये मजहब का..

सवाल था सिर्फ ये मजहब का..
अमनकी शांति अब फैलाये..
सवाल है सिर्फ ये मजहब का..

ज़ेनिथ सुरती
११ जन, २०१०

Tuesday, 15 December 2009

વર્તુળ..

(માણસ એના જીવન માં સુખ અને દુખ ની માયાજાળ માં ગોળ ગોળ ફર્યા કરતો હોય છે. મારા માનવા પ્રમાણે માણસ જીવન અને વર્તુળ ઘણી ખરી રીતે એકબીજા જોડે સંકળાયેલા હોય છે, અને એ કારણે જ મેં ગણિતના વર્તુળ ને માનસ જીવન સાથે સરખાવવાની કોશિશ કરી છે. આશા રાખું કે મારી આ રચના તમને પસંદ પડે.)

વર્તુળ માં માણસ "આજ " ફસાતો જાય છે..
અણીયામાં પેન્સિલ રાખી એ વર્તુળ ઘુટતો જાય છે..

ગોળ ફરતો, સફર કાપતો, મંઝીલની શોધમાં,
સમય એનો ફક્ત પરીઘે ઘસડાતો જાય છે..

નથી ખૂણો કે નથી રેખા,
સંબંધોના તાર, પણ એ છેદતો જાય છે..

મધ્યબિંદુ એ પહોચવાની ધારે,
ત્રિજ્યા છોડી જીવા એ ભાખતો જાય છે..

નથી એકપણ અંશ શક્યતાનો,
છતાં મનનો વ્યાસ માપતો,
ઉકેલ એ અવળા શોધતો જાય છે..

π ની અચલતા વચ્ચે, ત્રિજ્યાનો વર્ગ કરી,
જીવનનું ક્ષેત્રફળ એ કાઢતો જાય છે..

લઘુવૃતાંશ ને ગુરુવૃતાંશ ની આંટીઘુટીમાં,
લાગણીના સ્પર્શકનું મૂલ્ય આંકતો જાય છે..

નથી વ્યાસ જેટલા કર્ણની શક્યતા,
કે પ્રણય નો કાટખૂણો રચાય,
કોણમાપક લઇ ખાલી ચાંપ દોરતો જાય છે..

પ્રમેયો વચ્ચે અટવાયેલા મૃત્યુની સાબિતી,
બસ એ પૂર્વધારણાઓ ને સહારે લખતો જાય છે..

અણીયામાં પેન્સિલ રાખી એ વર્તુળ ઘુટતો જાય છે..
વર્તુળ માં માણસ "આજ" ફસાતો જાય છે..

ઝેનિથ સુરતી, ૧૫ ડીસેમ્બર ૨૦૦૯

Wednesday, 2 December 2009

શોધવા નીકળ્યો..

જીવનમાં ઘણી વસ્તુઓ અશક્ય હોય છે. અને એ વસ્તુઓનો સમય નીકળી ગયા પછી, માનવી કઈ કરી શકતો નથી. સવારે ઓફિસ આવતા આવતા મનમા કઈ ગડમઠલ થઈ, ને આ કવિતા લખાઈ..


"આજ" લઈ કાલ શોધવા નીકળ્યો,
માથે સુરજ રાખી છાપ શોધવા નીકળ્યો..

અંધારાની ઓછાળ વિસ્તરી ને ત્યાં,
ઝાકળ બૂંદની ભાળ શોધવા નીકળ્યો..

ભડકે બળે છે સુરજ આભે ને,
દિલડા ઠંડાગાર,
ઊઘાડે પગે જીવનના તાર શોધવા નીકળ્યો..

કાગળની હોડકી છે ડુબવાને આરે,
મોતની અંતિમ ઘડી આગળ જીંદગી પડી..,
ને ઝેનિથ "આજ" મઝધાર શોધવા નીકળ્યો..

Zenith Surti (1st Dec 2009)

Friday, 18 September 2009

ક્યાં..

(ઓફીસ આવ્યો ત્યારથી મન નહોતું લાગતું, એટલે કઈ લખાવનું વિચાર્યું. મને ખબર નથી કેમ મેં આ રચનાનું સર્જન કર્યું પણ હકીકત કહું તો સર્જાઈ ગઈ. હા પણ મારા મનમાં અશાંતિ ઘણી હતી ને હું લખતો ગયો. લખતા ઘણું બધું લખાય ગયું. આ રચના માટે પ્રેરણાસ્ત્રોત કહું તો, ગઈકાલે વાંચેલી "ઘાયલ" સાહેબ, "મરીઝ" સાહેબ ને "આસીમ રાંદેરી" સાહેબ ની ગઝલોને પ્રથમ સ્થાને મૂકી શકું..)


ભરીને હરણફાળ જાવું ક્યાં,
ભવનાં દરવાજા ખખડાવું ક્યાં..

પથ્થર પૂજતો ભગવાન ગણી,
દુ:ખડા "આજ" વિસરાવું ક્યાં..

હસ્તરેખા ભૂસી હથેળીની એમ,
નસીબડા મારા જોવડાવું ક્યાં..

ગલીઓ પણ લાગે અજાણી,
ઘડીઓ બે હેતની વિતાવું ક્યાં..

ફરિયાદ ઘણી છે એમને,
ઉત્તર મળે, તો જતાવું ક્યાં..

કઈ ન કહ્યાનોજ રંજ હતો મને,
જતા રહ્યા પછી સમજાવું ક્યાં..

સૂઈ જવું છે ક્યાંક નિરાંતે,
પ્રેમનું પાથરણું પથરાવું ક્યાં..

રોવું છે "આજ" મન મૂકી,
આંસુડા શોધીને લાવું ક્યાં..

ખુદને ભૂલી, ખુદથી દૂર જાવું ક્યાં,
ભૂલી કાલ, "આજ"ને બોલાવું ક્યાં..ઝેનિથ સુરતી | ૧૮ સપ્ટેમ્બર, ૨૦૦૯

Wednesday, 9 September 2009

શબ્દ..

(કેહવાય છે કે ધનુષ્યમાંથી છુટેલુ બાણ અને મોઢામાંથી નિકળેલા શબ્દો કદી પાછા આવતા નથી. અહીં એજ વાત કરવામાં આવી છે. પણ વાચકે નક્કી કરવાનુ છે કે નિકળેલા શબ્દો માટે કારણભૂત તરછોડાયેલો પ્રેમી છે કે બેવફા પ્રેમીકા..)


વગર સ્પર્શે શબ્દ એનો ડામ દઈ ગયો,
પવન પાડી પતંગ સર-એ-આમ લઈ ગયો..

એક તાતણે બંધાયેલી છે આ જીંદગી,
સંબંધોના ભારે કત્લ-એ-આમ થઈ ગયો..

ભરી જામ બેઠો હતો "આજ" મેયખાને,
નિલામ નશો સર-એ-આમ થઈ ગયો..ઝેનિથ સુરતી | "આજ" | 7th Sep '09