(ઓફીસ આવ્યો ત્યારથી મન નહોતું લાગતું, એટલે કઈ લખાવનું વિચાર્યું. મને ખબર નથી કેમ મેં આ રચનાનું સર્જન કર્યું પણ હકીકત કહું તો સર્જાઈ ગઈ. હા પણ મારા મનમાં અશાંતિ ઘણી હતી ને હું લખતો ગયો. લખતા ઘણું બધું લખાય ગયું. આ રચના માટે પ્રેરણાસ્ત્રોત કહું તો, ગઈકાલે વાંચેલી "ઘાયલ" સાહેબ, "મરીઝ" સાહેબ ને "આસીમ રાંદેરી" સાહેબ ની ગઝલોને પ્રથમ સ્થાને મૂકી શકું..)
ભરીને હરણફાળ જાવું ક્યાં,
ભવનાં દરવાજા ખખડાવું ક્યાં..
પથ્થર પૂજતો ભગવાન ગણી,
દુ:ખડા "આજ" વિસરાવું ક્યાં..
હસ્તરેખા ભૂસી હથેળીની એમ,
નસીબડા મારા જોવડાવું ક્યાં..
ગલીઓ પણ લાગે અજાણી,
ઘડીઓ બે હેતની વિતાવું ક્યાં..
ફરિયાદ ઘણી છે એમને,
ઉત્તર મળે, તો જતાવું ક્યાં..
કઈ ન કહ્યાનોજ રંજ હતો મને,
જતા રહ્યા પછી સમજાવું ક્યાં..
સૂઈ જવું છે ક્યાંક નિરાંતે,
પ્રેમનું પાથરણું પથરાવું ક્યાં..
રોવું છે "આજ" મન મૂકી,
આંસુડા શોધીને લાવું ક્યાં..
ખુદને ભૂલી, ખુદથી દૂર જાવું ક્યાં,
ભૂલી કાલ, "આજ"ને બોલાવું ક્યાં..
ઝેનિથ સુરતી | ૧૮ સપ્ટેમ્બર, ૨૦૦૯
Friday, 18 September 2009
ક્યાં..
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment