CLICK HERE FOR BLOGGER TEMPLATES AND MYSPACE LAYOUTS »

Friday, 18 September 2009

ક્યાં..

(ઓફીસ આવ્યો ત્યારથી મન નહોતું લાગતું, એટલે કઈ લખાવનું વિચાર્યું. મને ખબર નથી કેમ મેં આ રચનાનું સર્જન કર્યું પણ હકીકત કહું તો સર્જાઈ ગઈ. હા પણ મારા મનમાં અશાંતિ ઘણી હતી ને હું લખતો ગયો. લખતા ઘણું બધું લખાય ગયું. આ રચના માટે પ્રેરણાસ્ત્રોત કહું તો, ગઈકાલે વાંચેલી "ઘાયલ" સાહેબ, "મરીઝ" સાહેબ ને "આસીમ રાંદેરી" સાહેબ ની ગઝલોને પ્રથમ સ્થાને મૂકી શકું..)


ભરીને હરણફાળ જાવું ક્યાં,
ભવનાં દરવાજા ખખડાવું ક્યાં..

પથ્થર પૂજતો ભગવાન ગણી,
દુ:ખડા "આજ" વિસરાવું ક્યાં..

હસ્તરેખા ભૂસી હથેળીની એમ,
નસીબડા મારા જોવડાવું ક્યાં..

ગલીઓ પણ લાગે અજાણી,
ઘડીઓ બે હેતની વિતાવું ક્યાં..

ફરિયાદ ઘણી છે એમને,
ઉત્તર મળે, તો જતાવું ક્યાં..

કઈ ન કહ્યાનોજ રંજ હતો મને,
જતા રહ્યા પછી સમજાવું ક્યાં..

સૂઈ જવું છે ક્યાંક નિરાંતે,
પ્રેમનું પાથરણું પથરાવું ક્યાં..

રોવું છે "આજ" મન મૂકી,
આંસુડા શોધીને લાવું ક્યાં..

ખુદને ભૂલી, ખુદથી દૂર જાવું ક્યાં,
ભૂલી કાલ, "આજ"ને બોલાવું ક્યાં..



ઝેનિથ સુરતી | ૧૮ સપ્ટેમ્બર, ૨૦૦૯

Wednesday, 9 September 2009

શબ્દ..

(કેહવાય છે કે ધનુષ્યમાંથી છુટેલુ બાણ અને મોઢામાંથી નિકળેલા શબ્દો કદી પાછા આવતા નથી. અહીં એજ વાત કરવામાં આવી છે. પણ વાચકે નક્કી કરવાનુ છે કે નિકળેલા શબ્દો માટે કારણભૂત તરછોડાયેલો પ્રેમી છે કે બેવફા પ્રેમીકા..)


વગર સ્પર્શે શબ્દ એનો ડામ દઈ ગયો,
પવન પાડી પતંગ સર-એ-આમ લઈ ગયો..

એક તાતણે બંધાયેલી છે આ જીંદગી,
સંબંધોના ભારે કત્લ-એ-આમ થઈ ગયો..

ભરી જામ બેઠો હતો "આજ" મેયખાને,
નિલામ નશો સર-એ-આમ થઈ ગયો..



ઝેનિથ સુરતી | "આજ" | 7th Sep '09

સંબંધ..

કેટલીયે ઘડીઓ આમ જ વિસરાઈ જશે,
અજંપાની ઊણપ ક્યાંક વર્તાઈ જશે,
આપ્યો "આજ" જો જરાક અવાજ,
સંબંધ કાયમના કદાચ જળવાઈ જશે..

ઝેનિથ સુરતી | "આજ" | 28th Aug '09